શ્રી ભાવનગર દેસાઈ સઈ-સુથાર જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ, અમદાવાદ


ભાવનગર દેસાઈ સઈ-સુથાર જ્ઞાતિ સમાજ ટ્રુસ્ટ નો ટૂંક ઈતિહાસ

આપણી જ્ઞાતિ એટલે કે, દેસાઈ સઈ સુથાર જ્ઞાતિનાપરિવારજનોનો મોટો સમુદાય ભાવનગર શહેર અને ભાવનગર જીલ્લામાં વસે છે. પરંતુ સમય જતા ધંધાકીય કારણોસર કેટલાક પરિવારો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો જેવા કે,ગાંધીનગર, નડિયાદ,આણંદ માં પણ વસ્યા. એમાં પણ દ્વીભાસી મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ થયું અને પહેલા અમદાવાદ અને પછી ગાંધીનગર ગુજરાતનું પાટનગર બનતા આ પ્રક્રિયાને વધુ વેગ મળ્યો કારણ કેકેટલાક સરકારી નોકરી કરતા પરિવારોને તેમની નોકરીના કારણે અમદાવાદ-ગાંધીનગર રહેવાનું થયું. ઉપરાંત અમદાવાદ, નડિયાદ, વલ્લભ વિદ્યાનગર, વડોદરા જેવા શહેરો શિક્ષણ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે આગળ પડતા હોઈ અભ્યાસ માટે તેમજ નોકરી ધંધા માટે પણ લોકોને આ વિસ્તારમાં વસવાટ કરવાનું થયું. આવા કુટુંબોની સંખ્યા વધતી જાય છે.

પહેલા તો અમદાવાદ શહેરનો વિસ્તાર ગણો જ માર્યાદિત હતો અને લોકો શહેરી વિસ્તારમાં જ નજીક રહેતા હોવાથી એક બીજાનો સહેલાઈથી હળતા મળતા રહી શકતા હતા. પરંતુ શહેરનો વ્યાપ અને વિસ્તાર વધતા અને આપણા સમાજના પરીવારોની સંખ્યા વધતા આવું હળવા મળવાનું ઓછું થવા લાગ્યું. આવા સંજોગો માં અમદાવાદ અને તેની આસપાસ વસતા આપણા સમાજના પરિવારો સંગઠિત થાય અને એક બીજાનો પરિવાર કેળવાય અને જરૂર પડે ત્વરિત સંપર્ક સાધી શકાય તે માટે સૌ પરિવારોનું એક સંગઠન હોવું જોઈએ તેવો વિચાર સૌ પ્રથમ તે સમયે એક વિદ્વાન શ્રી રવજીભાઈ દેસાઈ કે જેવો એક સરકારી અધિકારી હતી. તેમને આવ્યો અને તે પછી તેમણે એ દિશામાં પ્રયત્નો આરંભ્યા. તેમણે અથાક મેહનત કરી લોકો નો સંપર્ક કરી આ બાબત માટે જાગૃત કર્યા અને શરૂઆતમાં, આજથી ત્રીસેક વર્ષ પહેલા એટલે કે, સને ૧૯૮૪-૮૫ ના અસ્સામાં લાલદરવાજા ખાતે આવેલ સરદાર બાગ માં પ્રથમ મીટીંગ કરી આ કાર્ય ને આગળ કઈ રીતે વધારવું તેની રૂપરેખા એ મીટીંગ માં નક્કી કરવામાં આવી. શ્રી રવજીભાઈ દેસાઈ આજે આપણી વચ્ચે હયાત નથી. તેથી તેમણે કરેલ પ્રયત્નો અને પરિશ્રમની વધુ વિગત આપણને ઉપલબ્ધ નથી.પરંતુ આજે મંડળ આટલા વર્ષોમાં જે કઈ પ્રગતિ કરી આ સ્થાને છે તેના મૂળમાં શ્રી રાવજીભાઈ દેસાઈની મહેનત અને દુરદેશી છે તે અપને ભૂલવું ના જોઈએ.

આ પછી તો આવી મીટીંગો અવારનવાર મળતી રહી અને સંગઠનનું કામ આગળ વધતું રહ્યું. અને સંગઠનનું કામ આગળ વધતું રહ્યું. અને શરૂઆતમાં ભાવનગર નિવાસી દેસાઈ સુથાર પ્રગતિ મંડળ, અમદાવાદ ના નામે સંગઠન કામ કરતુ થયું. આપ સૌ જાણો છો તેમ. મંડળ ની કોઈ પોતાની સ્થાઈ જગ્યા નથી કે જ્યાં મીટીંગ કરી શકાય કે રેકોડઁ સાચવી શકાય.આથી શ્રી જયંતીભાઈ જીવરાજભાઈ ડાભી કે જેઓ તે સમયે મંડળ ના ચૂંટાયેલા મંત્રી હતા. તેમના શહેર મધ્યે આવેલા નિવાસ સ્થાને મીટીંગો થતી અને અગત્યના નિર્ણયો લેવાતા. એ રીતે શરૂઆતના મંડળના પ્રમુખ શ્રી જયંતીભાઈ સુંદરલાલ ગોહેલ ના માર્ગદર્શન અને મંત્રી શ્રી જયંતીભાઈ જીવરાજભાઈ ડાભી એ કરેલી તન મન ધન થી સેવા તથા તે વખતના કાર્યકર્તાઓ શ્રી દિલીપભાઈ ચાવડા , શ્રી કિરીટભાઈ વાઘેલા , શ્રી પરષોત્તમદાસ ભીખાભાઈ રાઠોડ , શ્રી અરવિંદભાઈ દેસાઈ , શ્રી હર્ષદભાઈ માંડલિયા અને અન્ય એવાજ સેવાભાવી કાર્યકર્તાઓના કારણે મંડળનું કામકાજ સુચારુ રૂપે ચાલતું રહ્યું.

શરૂઆતમાં સભ્ય ફી વાર્ષિક ધોરણે ઉઘરાવવામાં આવતી હતી. અને વર્ષે રૂા. ૫૦.૦૦ લવાજમ રાખવામાં આવ્યું હતું. પરંતુ દર વર્ષે લવાજમ ની ઉગારાણી કરવી, કોનું લવાજમ આવ્યુ છે કોનું બાકી છે તેનો હિસાબ રાખવો, સભ્યશ્રીઓને તેની યાદી આપવી વગેરે મુસ્કેલીભર્યું જણાતા આજીવન સભ્ય ફી રાખવાનું નક્કી કરવામાં આવ્યું. અને રૂા. ૫૦૧.૦૦ આજીવન સભ્ય ફી અને રૂા. ૫.૦૦ દાખલ ફી મળી રૂા. ૫૦૬.૦૦ આજીવન સભ્ય ફી નક્કી કરવામાં આવી. જેથી ઉપરોક્ત મુશ્કેલીઓ પણ દુર થાય અને મંડળ પાસે કઈક ભંડોળ પણ થાય.

મંડળના સભ્યોની જાણકારી દરેક સભ્યશ્રીઓને રહે તે માટે સભ્યશ્રીના પરિવારની વિગતવાર માહિતી સાથેની એક પરિવાર પરિચય પુસ્તિકા પ્રથમવખત તૈયાર કરવામાં આવી અને તેના ખર્ચ ને પહોંચી વળવા તે વખતના પ્રમુખશ્રી જયંતીભાઈ સુંદરલાલ ગોહેલ , શ્રી જયંતીભાઈ ડાભી તથા અન્ય સભ્યશ્રીઓએ અમદાવાદ જ નહિ પરંતુ ભાવનગર પણ જઈ પુસ્તક માટે જાહેરાત મેળવવા ગણી મહેનત કરી હતી. તેની છપાઈ અને વહેંચણી માટે પણ શ્રી જયંતીભાઈ ડાભી એ અથાક પરિશ્રમ લઇ કાર્ય પાર પાડ્યું હુતું.

સામાન્ય રીતે માત્ર મીટીંગમાં હાજરી આપવામાં લોકો ને બહુ રસ ન હોય તે સ્વાભાવિક છે અને તે પણ પરિવાર સાથે તો નહિ જ , પરંતુ સાથે સાથે મનોરંજન કાર્યક્રમ , વિધ્યાર્થીઓને પ્રોત્સાહક પુરસ્કાર અને ભોજન સમારંભ જેવો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે તો સભ્યશ્રીઓ પરિવાર સહ ભાગ લઇ શકે , બધા જ પરિવારો એક જગ્યા એ ભેગા મળી એક બીજા નો પરિચય કેળવી શકે , નવી ઓળખાણો અને પરસ્પર માહિતી ની આપ લે થઇ શકે તેવા આશય થી આવો એક કાર્યક્રમ સૌ પ્રથમ શાહીબાગના પોલીસ સ્ટેડીયમમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ શ્રી જયંતીભાઈ ડાભી ની અથાગ મહેનત અને પ્રયત્નોથી મનોરંજન કાર્યક્રમ , સામાન્ય સભા અને ભોજન કાર્યક્રમ પણ બહુ જ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો. ત્યાર પછી તો અવાર-નવાર અવ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં શ્રી જયંતીભાઈ ડાભી ના પ્રયત્નો,તેમની આવડત અને ઓળખનો નો લાભ મંડળ ને ગણો જ મળતો રહ્યો.

આર્થિક સંકડામણ મંડળ ની પહેલેથી જ રહી કારણ કે એવું કોઈ મોટી રકમ નું દાન-ભેટ કડી મંડળ ને પ્રાપ્ત થયું નથી. તેથી શરૂઆતમાં મંડળ ના કાર્યક્રમો મ્યુંન્સીપાલટી પાર્ટીપ્લોટ માં કરવામાં આવતા અને રસોઈ વગેરે પણ શ્રી જયંતીભાઈ ડાભીની રાહબરી નીચે અન્ય કાર્યકર્તાઓ ના સહકારથી જેમ બને તેમ ઓછો ખર્ચ થાય તે રીતે આયોજન કરવામાં આવતું હતું. આવા કાર્યક્રમો શ્રી બળવંતરાય ઠાકોર હોલ , કાંકરિયા , શ્રી ઝવેરી હોલ પાલડી વગેરે જગ્યાઓએ પણ રાખવામાં આવ્યા હતા.મંડળ ને આર્થિક બોજ ઓછો પડે તે માટે ભોજન પાસ માટે ટોકન ફી પણ રાખવામાં આવતી હતી અને બાકી નો ખર્ચ અન્ય સક્ષમ સભ્યશ્રીઓ ઉપાડી લેતા હતા.

મંડળનું કાર્ય નિયમ બદ્ધ થાય તે માટે તેના સંચાલન માટે નીતિનિયમો હોય તે જરૂરી જણાતા તે વખત ના ઓડીટર સ્વ. શ્રી પરશોત્તમભાઈ ભીખાભાઈ રાઠોડ કે જેઓ એક સરકારી અધિકારી હતા તેમણે પોતાના અનુભવ અને જ્ઞાનના નીચોડ રૂપ મંડળ નું બંધારણ રચી આપ્યું જે કારોબારી એ મંજુર કરી અમલમાં મુક્યું જે આપ આ પુસ્તિકા માં જોઈ શકો છો.

આગળ જણાવ્યું તેમ મંડળની પોતાની કોઈ જગ્યા નહિ હોવાના કારણે મોટાભાગ નું કામકાજ જેવું કે મંડળ ઈ કારોબારી મીટીંગ મળવી, રાહત દર ની નોટબૂક ની વહેંચણી કરવી , મંડળ ના રેકર્ડ તથા અન્ય વસ્તુઓની જાળવણી, પત્ર વ્યવહાર માટે નું સરનામું વગેરે શ્રી જયંતીભાઈ ડાભી ના નીવાસ્થાને થી જ થતું હતું. અને તેમાં તેમનો અને તેમના પરિવાર જનોનો ગણો જ સાથ અને સહકાર મળ્યો તે માટે મંડળ હમેશા તેમનું રૂણી રહેશે.

લવાજમ તથા શુભ પ્રસંગોની ભેટ વગેરે ધ્વારા જે કઈ ભંડોળ એકત્રિત થયું તે શરૂઆતમાં સહકરી બેંક માં સેવિંગ ખાતામાં તથા ફિક્ષ ડીપોસિટ તરીકે રાખવામાં આવ્યું કારણ કે તે સમયે સહકારી બેંકો ૧૪ થી ૧૫ ટકા જેટલું વ્યાજ આપતી હતી . પરંતુ ૨૦૦૧-૦૨ ના અરસામાં સહકારી બેંકો નબળી પડતા અને અમુક બેંકો બંધ પડતા હોદ્દેદારો એ સમયસુચકતા વાપરી સહકારી બેંક માંથી નાણા ઉપાડી લઇ સરકારી બેંક ‘કેનેરા બેંક, જુના સચિવાલય શાખા’ માં સેવિંગ એકાઉન્ટ તથા ફિક્ષ ડીપોસીટ માં મુકેલ, અને હાલ પણ તે ચાલુ છે.

સમયાંતરે એક એવો વિચાર રજુ થયો કે સ્નેહમિલન-સામાન્ય સભા-વિદ્યાર્થીઓને પુરસ્કાર વગેરે માટે જે ટોકન ફી લઇ પાસ આપવામાં આવે છે તેના બદલે ભોજન નો તેમજ વિદ્યાર્થીઓને પુરસ્કારનો ખર્ચ થોડાક સક્ષમ સભ્યો ઉઠાવી લે અને ની: શુલ્ક ભોજનપાસ આપવામાં આવે તો સભ્યશ્રીઓ વધારે ઉત્સાહથી ભાગ લેશે. આ વિચારને અમલમાં મુકતા સન ૨૦૦૨,૨૦૦૪ તથા ૨૦૦૬ માં આવા કાર્યક્રમો આપણે ‘વિશાલા’ ખાતે બહુ સફળતાપૂર્વક યોજ્યા. તેમાં સ્પોન્સર તરીકે શ્રી દીલીપભાઈ ચાવડા, શ્રી કિરીટભાઈ વાઘેલા, શ્રી પરેશભાઈ ઘોહેલ, શ્રી હર્ષદભાઈ માંડલિયા, શ્રી અરવિંદભાઈ દેસાઈ, શ્રી પંકજભાઈ પરમાર, જગદીશભાઈ દા. ગોહેલ, મહેન્દ્રભાઈ મુ. દેસાઈ, મુકેશભાઈ માંડલિયા વગેરે એ અમુલ્ય ફાળો આપ્યો. એટલું જ નહિ સમગ્ર કાર્યક્રમ ના આયોજન અને સંચાલન માં પણ ગણી મહેનત અને મદદ કરી તે ન ભૂલવું જોઈએ.

મંડળની અગાઉની પરિચય પુસ્તિકાને ઘણો જ સમય થઇ ગયો હોય અને સમયાંતરે તેમાં ગણ ફેરફારો ને અવકાશ હોય નવી પુસ્તિકા ૨૦૦૨ માં તૈયાર કરવામાં આવી હતી. જે હાલ પણ મોટા ભાગના સભ્યશ્રીઓ પાસે હશે જ .

મંડળના હોદ્દેદારોનું એક સ્વપ્ન એવું પણ છે કે આપણી જ્ઞાતિના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ આર્થર અમદાવાદ આવવું પડે છે અને તેમણે અમદાવાદ માં રેહવાની ગણું મુશ્કેલી પણ પડે છે આથી મંડળ ની પોતાની એક જગ્યા હોય જેનો હોસ્ટેલ તરીકે તેમજ મંડળ ની ઓફીસ તેમજ અન્ય કાર્યક્રમો માટે તેનો ઉપયોગ થઇ શકે. આ માટે શ્રી દિલીપભાઈ ચાવડા, શ્રી મહેન્દ્રભાઈ મુળજીભાઈ દેસાઈ , શ્રી અરવિંદભાઈ દેસાઈ વગેરે એ ગણી જગ્યા ઓ પણ જોઈ પરંતુ તે સમયે એની કિંમત (જે અત્યાર ના કરતા ગણી જ ઓછી કેહવાય) જોતા અને મંડળની તે સમય ની આર્થિક સ્થિતિ ને ધ્ત્યાન માં લેતા શક્ય બન્યું નહિ. અને આજે પણ એ સ્વપ્ન અધૂરું જ છે. જે પૂરું થાય તેવા સક્રિય પ્રયત્નો આપ સૌ સભ્યશ્રીઓના સહયોગથી હોદ્દેદારો તથા કારોબારી સમિતિ ના સભ્યશ્રીઓ ચાલુ રાખશે તેવી અપેક્ષા છે.

વચ્ચે થોડો સમય એવો આવી ગયો કે મંડળની પ્રવૃત્તિ એકદમ મંદ પડી ગઈ કારણ કે જયારે જયારે કારોબારીની મીટીંગ બોલાવવામાં આવતી ત્યારે માત્ર ૨-૪ સભ્યોની હાજરી હોય તેથી કોઈ અગત્ય ના નિર્ણયો લઇ શકાય નહિ.ખાસ કરીને તે સમય ના અપના મંત્રી શ્રી જયંતીભાઈ કાલિદાસ પરમાર ના અવસાન ના બાદ તો એવું ગણો સમય ચાલ્યું અને લોકો ભૂલવા લાગ્યા કે મંડળ નું અસ્તિત્વ છે કે કેમ. આમછતાં કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે વિદ્યાર્થીઓને રાહત દરના ચોપડાની વહેંચણી કરવી, નવા સભ્યો બનાવવા, ભેટ વગેરે નો સ્વીકાર કરવો, વગેરે અપના માજી પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ અને તેમના પરિવાર ના સહયોગ થી ચાલતી રહી અને સાથે સાથે મીટીંગ માટે પણ પ્રયત્નો થતા રહ્યા.

આખરે ૨૩ મી ફેબ્રુઆરી૨૦૧૪ માં મીટીંગ માટે ના પ્રયત્નો સફળ થયા અને વિચાર વિમર્શ ના અંતે તરત સામાન્ય સભા, સ્નેહ મિલન, વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ અને ભોજન સમારંભ નો કાર્યક્રમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અને સને ૨૦૦૨ માં બનાવવામાં આવેલ પરીવાર પરિચય પુસ્તિકાને પણ લગભગ ૧૨ વર્ષ જેવો સમય થઇ ગયો હોય અને તે દરમિયાન સભ્યશ્રીઓના પરિવારો માં ગણ ફેરફાર થયા હોવાનો તથા ગણ નવા સભ્યો નો પણ ઉમેરો થયો હોય નવી પરિચય પુસ્તિકા પણ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તે મુજબ દરેક સભ્યશ્રીઓને જરૂરી માહિતી મોકલવા માટે ફોર્મ પણ મોકલવામાં આવ્યા.મીટીંગ માં એક વિચાર તો એવો પામ રજુ થયેલો કે જો સભ્યશ્રીઓને મંડળ ના કામકાજ માં રસ ન હોય તો છેલ્લે કાર્યક્રમ કરી મંડળ નું હાલનું જે કઈ ભંડોળ છે તે નોંધાયેલા સભ્યો વચ્ચે વહેંચી દેવું. પરંતુ બહુમતી સભ્યોનું માનવું હતું કે એટલી મહેનતે ઉભું થયેલું અને આટલા વર્ષ જુનું મંડળ આમ વિખેરી નાખવું જોઈએ નહિ બલકે તેને વધુ ઉત્સાહથી અને સભ્યશ્રીઓને પ્રત્સાહિત કરીને મંડળ ને ચાલુ રાખવું.

પરિણામ સ્વરૂપ આપણે સૌએ તારીખ ૮-૬-૨૦૧૪ નો કાર્યક્રમ રજવાડુંમાં આનંદ અને ઉત્સાહ માણ્યો.

નવી કારોબારી અને હોદ્દેદારો મંડળ ને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મંડળ ને નવી ઉંચાઈઓએ લઇ જાય તેવી અપેક્ષા રાખીએ અને સભ્યશ્રીઓ પાસે એવી અપેક્ષા રાખીએ કે સૌ કારોબારી તથા હોદ્દેદારોને નવા નવા લક્ષ્ય પર પાડવામાં તેમણે તન,મન, ધનથી સાથ-સહકાર આપે.