આ પુસ્તિકા તૈયાર કરવા માટે વરાયેલી સમિતિના સભ્યશ્રીઓશ્રી પરેશભાઈ ગોહેલ, શ્રી દિલીપભાઈ ચાવડા,શ્રી મુકેશભાઈ મકવાણા, શ્રી સ્નેહલભાઇ ગોહેલ, શ્રી મુકેશભાઈ માંડલિયા, શ્રી ધીરેનભાઈ ગોહેલ, શ્રી ચીમનભાઈ ગોહેલ, કુમારી પાયલબેન ચાવડા ઉપરાંત શ્રી કમલભાઈ વાઘેલા વગેરે એ ખુબ મહેનત કરી મંડળ ને આર્થીક યોગદાન મળી રહે તે માટે સભ્યશ્રીઓનો સંપર્ક કરી શ્રદ્ધાંજલિ, ધંધાકીય તેમજ શુભેચ્છા જાહેરાત વગેરે મેળવી આપેલ છે. પરિવારો નિ માહિતી સિવાય પણ અન્ય માહિતી જેવી કે અગત્યના ટેલીફોન નંબરો, મંડળ નો ટૂંક ઈતિહાસ, બંધારણની નકલ, વગેરેનો સમાવેશ આ પુસ્તક માં કરવામાં આવ્યો છે. આ પુસ્તિકામાં આપવામાં આવેલ ફોટાઓ તા.૮-૬-૨૦૧૪ના રોજ “રજવાડું” માં થયેલ ઉજાણી સમયના છે અને આ પ્રસંગ ના અત્રે આપવામાં આવેલ તથા અન્ય ફોટાઓ માટે વિનામૂલ્યે ફોટોગ્રાફી કરી સહાયભૂત થવા બદલ શ્રી ધર્મેન્દ્રભાઈ આર. પઢીયાર નો હું ગણો જ આભારી છું. આ પુસ્તિકા માં આપવામાં આવેલ પરિવાર સબંધી માહિતી સભ્યશ્રીઓ ધ્વારા રજુ થયેલા ફોર્મ પરથી લેવામાં આવે છે.આમ છતાં છપાઈ માં કે પ્રૂફરીડીંગ માં કે જોડણી માં કોઈ ભૂલચૂક થયેલ હોય તો અમારું ધ્યાન દોરવા તેમજ થયેલ ક્ષતિ બદલ ક્ષમા કરવા વિનંતી.આ પુસ્તિકા તૈયાર કરવામાં જરૂરી માર્ગદર્શન, કંપોઝીશન, ડીઝાઈન, અને છપાઈ વિનામુલ્યે સેવા આપવા બદલ મંડળ પ્રીમાંઝેરોક્ષના શ્રી ધીરેનભાઈ પ્રદીપભાઈ ગોહેલ નું સવિશેષ આભારી છે.
આ પુસ્તિકાના ખર્ચામાં સહભૂત થઇ સકાય તે માટે સભ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે, ધંધાકીય જાહેરાત કે શુભેચ્છા જાહેરાત આપી મદદરૂપ થવા વિનંતી કરવામાં આવેલ જેનો ગણો જ સારો પ્રતિશાદ આપવા બદલ સભ્યશ્રીઓ નો ખુબ ખુબ અભાર. જ્ઞાતિ ના અન્ય અન્ય મંડળો માં વિધવા સહાય, વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તથા જરૂરિયાતમંદ કુટુંબો ને આર્થીક સહાય વગેરે આપવામાં આવે છે. તેમ આપનું મંડળ પણ આવી પ્રવૃત્તિઓ હાથ ધરી શકે તે માટે સક્ષમ દાતાઓ તથા કાર્યકરો આગળ આવે તેવી અપેક્ષા છે. ભવિષ્યમાં પણ મંડળ ના દરેક કાર્ય માં આપ સૌનો આવોજ સાથ અને સહકાર મળતો રેહશે તેવી અપેક્ષા સહ.